Reconnaissance Trip – done! – પૂર્વનિરીક્ષણ યાત્રા(Reconnaissance Trip) કરવામાં આવેલ!

We are glad to tell you that members of our research team in Gujarat have just completed the project’s reconnaissance trip, which is key to decide on a specific site on which to focus. Dr Jigna Desai and Mrudula Mane from the Center for Heritage Conservation CRDC, and Aditya Singh from our Project Partner Hunnarshala Foundation, explored heritage villages in the district of Kutch, Gujarat.

They covered 12 villages in four days, located in the Northeast, South and West areas of the district: Bela, Vrajvani, Moti Reha, Nani Reha, Nani Tumbadi, Depa, Moti Khakkar, Bhojay, Kotdi Mahadevpuri, Roha, Tera, and Jadva. During their visit, our team interacted with village heads, senior citizens and locals who had witnessed the natural disasters of the last few decades (earthquakes, as well as cyclones, hurricanes, and torrential rains). They were actively involved in disaster mitigation, rehabilitation and reconstruction. 

After 20 years of the disastrous earthquake that hit Gujarat (7.7Mw), memories are still strong. People do remember how traditional houses built with 1’6″ thick stone walls and timber framing did not collapse with the earthquake, whilst multi-storey reinforced concrete structures collapsed very quickly. Some old houses affected were repaired and still stand today thanks to regular maintenance, but forced migration and associated social changes related to the earthquake triggered the abandonment of many neighbourhoods.

The region has a very strong culture of social work and community participation, key factors for an effective recovery after disasters such as earthquakes. People considered that a collaborative initiative of 3D laser scanning of traditional constructions in the area can be a significant support for their post-disaster response and appreciate the opportunity of being involved in further stages in our research project.

Reported by Mrudula Mane.

પૂર્વનિરીક્ષણ યાત્રા(Reconnaissance Trip)કરવામાં આવેલ!

અમને જણાવતા આનંદ થાય છે કે અમારી સંશોધન ટીમના સભ્યોએ ગુજરાતમાં પ્રોજેક્ટની પૂર્વનિરીક્ષણ યાત્રા (Reconnaissance Trip) તાજેતરમાં જ પૂર્ણ કરી છે. ડો. જીજ્ઞા દેસાઇ અને મૃદુલા માને, હેરિટેજ કન્ઝર્વેશન સીઆરડીએફથી અને અમારા પ્રોજેક્ટ પાર્ટનર, હુન્નરશાળા ફાઉન્ડેશનના આદિત્ય સિંઘ સાથે મળીને ગુજરાતના કચ્છ જિલ્લાના હેરિટેજ ગામોમાં અન્વેષણ કર્યું હતું.

તેઓએ ચાર દિવસમાં 12 ગામોને આવરી લીધા હતા, જેમાં જિલ્લાના ઉત્તર પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોમાં સ્થિત ગામો સમાવાયેલા છે: જેમ કે બેલા, વ્રજવાણી, મોટી રેહા, નાની રેહા, નાની તુમ્બડી, દેપા, મોટી ખાખર, ભોજાય, કોટડી, મહાદેવપુરી, રોહા, તેરા અને જડવા. આ મુલાકાત દરમિયાન, અમારી ટીમે ગામના વડાઓ, વરિષ્ઠ નાગરિકો અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી, જેમણે છેલ્લા કેટલાક દાયકામાં કુદરતી આફતો (જેમ કે, ભૂકંપ,ચક્રવાત, વાવાઝોડા અને મુશળધાર વરસાદ) જોયા હતા. તેઓ હોનારત નિવારણ, પુનર્વસન અને પુનર્નિર્માણના કાર્યોમાં પણ સક્રિયપણે સામેલ હતા.

ગુજરાતમાં આવેલા 7.7Mw ના વિનાશક ભૂકંપના 20 વર્ષ પછી, તેની યાદો આજે પણ લોકોના મનમાં તાજી છે. લોકોને યાદ છે કે કેવી રીતે પરંપરાગત મકાનો જે 1’6 ″ જાડા પથ્થરની દિવાલોથી અને ઇમારતી લાકડાની બનાવટ સાથે બાંધવામાં આવ્યા હતા, તે આ ભૂકંપમાં તૂટયા ન હતા, જ્યારે બહુમાળી કોંક્રિટ સ્ટ્રક્ચર્સ ખૂબ જ ઝડપથી ધરાશાયી થઈ ગયા હતા. કેટલાક અસરગ્રસ્ત જૂના મકાનોનું સમારકામ કરવામાં આવ્યું હતું અને તેમની હજી પણ નિયમિત જાળવણી કરવામાં આવે છે, પરંતુ ધરતીકંપને લીધે થયેલ સ્થળાંતર અને તેને સંબંધિત સામાજિક ફેરફારોને લીધે અનેક પાડોશીઓ અલગ પડી ગયા હતા.

આ પ્રદેશમાં સામાજિક કાર્ય અને સમુદાયની ભાગીદારીની ખૂબ જ સરસ અને ભવ્ય સંસ્કૃતિ અસ્તિત્વમાં છે, જે ભૂકંપ જેવી હોનારતો પછી અસરકારક પુન:નિર્માણ માટે એક મુખ્ય પરિબળ છે. લોકો એવું વિચારે છે કે આ વિસ્તારમાં પરંપરાગત બાંધકામોનું 3D લેસર સ્કેનિંગ સાથે કોલાબોરેટિવ ઈનિશિયેટિવ એ હોનારત પછીના પ્રતિસાદ માટે એક નોંધપાત્ર સમર્થન બની શકે છે અને અમારા સંશોધન પ્રોજેક્ટમાં આગામી તબક્કામાં સામેલ થવાની તક માટે તેઓ ગર્વ અનુભવે છે.

અહેવાલ દ્વારા Mrudula Mane.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: