વિશે

આ પ્રોજેક્ટ અદ્યતન LiDAR તકનીકનો ઉપયોગ કરીને એક નવીન અભિગમ વિકસાવાશે, જેના દ્વારા વિવિધ મુદ્દાઓ ને આવરી લેવાશે. જેમ કે, ધરતીકંપ પછીના આવાસોમાં પુનર્નિર્માણ સમયે સતત ઊભી થયેલી સમસ્યાઓ, નુકસાનનું ઝડપી મૂલ્યાંકન, જૂની ઇમારતોની જગ્યાએ નવી ઇમારતો બનાવવી જેના કારણે વિસ્થાપિત વસ્તી અને હેરિટેજને નુકસાનની સમસ્યા વગેરે. બિલ્ડિંગ્સનાં રિપ્લેસમેન્ટ અને તેનાથી થતાં હેરિટેજનાં નુકસાનનાં ચક્રને તોડવા માટેની આ એક ઝડપી, સસ્તી અને આધુનિક પદ્ધતિ છે. ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ભારતના ભૂકંપગ્રસ્ત હેરિટેજ વિસ્તારોની સ્થાનિક ક્ષમતાનું નિર્માણ કરવું, પુનર્નિર્માણની યોજનાઓ બનાવી , નુકસાન અને તકનીકી મૂલ્યાંકનોની રચનાને સક્ષમ બનાવી, આવાસોનું પુનરુપયોગ કરવું અને ‘જીવંત વારસા’ ના રેકોર્ડ તરીકે સચવાયેલી તેની સંસ્કૃતિને વર્ચ્યુઅલ રૂપે સાચવી રાખવું એ તેનું મુખ્ય ઉદેશ્ય છે.

ભૂકંપનું અનેકવાર પુનરાવર્તન થતું હોવા છતાં તેના હેરિટેજને થતાં જોખમો ઘટાડવા માટેની નિતીઓનો અભાવ છે. નુકસાન પામેલ મકાનોને તાત્કાલિક રીતે મજબુત કરી શકાતા નથી જેથી કરીને લોકો ને વસવાટમાં વિક્ષેપ આવે છે. સમારકામ સામાન્ય રીતે ખર્ચાળ હોય છે અને અસરગ્રસ્ત બાંધકામોના નુકસાનનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ હોય છે, જેના કારણે પ્રતિભાવમાં વિલંબ થાય છે. ભૂકંપ પછી ચોક્કસ ઉકેલો શોધાય ત્યાં સુધી  હેરિટેજને પ્રાથમિકતા આપવામાં આવતી નથી. આમાં ઘણા વર્ષોનો સમય લાગી શકે છે, જેમ કે 2009 ના ભૂકંપ પછી લે’ક્વિલાના ઐતિહાસિક કેન્દ્રની તથા 2016 ના ભુકંપ પછી અમંડોલાનો હેરિટેજ વિસ્તારમાં આવું થયું હાતુ – આ બંને ઇટાલીમાં છે; અથવા ચિલીમાં 2010 ના ભૂકંપ પછી ઝિગાની થયેલી દશા. ભારતમાં, 1993 અને 2001 ના ભૂકંપ પછી, કેટલાક હેરિટેજ ગામોનો નાશ થયો હતો અને તેમની વસ્તીને ફરીથી સ્થળાંતરિત કરવામાં આવી હતી (Jigyasu 2002), જેમાં લોકો અને સમુદાયોનું બળજબરીથી વિસ્થાપન કરવામાં આવ્યું હતું.

આ સંશોધન પ્રોજેક્ટ દ્વારા, ભારતના ગુજરાતના ભૂકંપગ્રસ્ત ક્ષેત્રના ઐતિહાસિક ગામો માં અમે  સસ્ટેનેબલ સોલ્યુશન (ડેવીલાટ ૨૦૧૩) ને વિકસિત કરીને હેરિટેજ સંરક્ષણ અને માનવતાવાદી પ્રતિસાદને સંબોધિત કરીશું. ચિલીના હેરિટેજ વિસ્તારો માટે ભૂકંપ પછીની નિતીઓ અને અગાઉના સંશોધન અનુભવ દ્વારા અમારો ઉદ્દેશ એ છે કે તકનીકીના નવા ઉપાયોનો ઉપયોગ કરીને સંરક્ષિત ઇમારતોની સંખ્યા અને ગુણવત્તાને વધારવી, ઇમારતો અને માનવ જીવન માટેના ભાવિ જોખમોને અને જાહેર નીતિઓને વધુ અસર કરતાં પરિબળોને ઘટાડવા.

આ સંશોધન ટીમ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ભાગીદારોના સહયોગથી, નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટી ખાતેના આર્કિટેક્ચર, અર્બેનીસમ અને ગ્લોબલ હેરિટેજ(સીએયુજીએચ-CAUGH) માં સ્થિત છે. મુખ્ય તપાસનીશ(ઈન્વેસ્ટિગેટર) તરીકે, સીએયુજીએચ ખાતે આર્કિટેક્ચરલ અને અર્બન હેરિટેજમાં સંશોધનનાં ફેલો, ડો. બર્નાડેટ ડેવિલાટ, જે ટેક્નોલોજી અને હેરિટેજ વિસ્તારોનાં પુનર્નિર્માણ માટેની તેમની કુશળતા માટે પ્રખ્યાત છે, સહ-તપાસનીશ (કો-ઈન્વેસ્ટિગેટર)તરીકે, પ્રો.મહમ્મદ ગમાલ અબ્દેલમોનેમ, જે સીએયુજીએચના નિયામક છે, અને તેઓ તેમના વર્ચુઅલ હેરિટેજ પરના વિસ્તૃત સંશોધનના અનુભવ સાથે આ કાર્યમાં ફાળો આપે છે. અન્ય સહ-તપાસનીશ તરીકે, અમદાવાદમાં સીઈપીટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (સીઆરડીએફ-CRDF) ના સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન (સીએચસી- CHC) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. જીજ્ઞા  દેસાઈ, જેઓ ભારતીય હેરિટેજ અને સ્થાનિક નેટવર્ક વિશે તેમના જ્ઞાન વિશે મહત્વપૂર્ણ જાણકારી સાથે ફાળો આપે છે. અન્ય સહ-તપાસનીશ તરીકે, ડોક્ટર રોહિત જિગ્યાસુ, જેઓ અર્બન હેરિટેજ, કલાઇમેટ ચેન્જ અને ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ, આઇસીસીઆરઓએમ(ICCROM) ના પ્રોજેક્ટ મેનેજર છે અને જે ભારતીય ભૂકંપ વિશેની પોતાની કુશળતા અને આંતરરાષ્ટ્રીય હેરિટેજના ક્ષેત્રમાં ફાળો આપે છે. CAUGH થી ડો. ફેલિપ લાનુઝા એ પ્રોજેક્ટના સંશોધન ફેલો છે, જે અર્બન હેરિટેજ  સંબંધિત જોખમોમાં તેમના અનુભવ વડે સહયોગ આપે છે. અને અંતે, ભારતમાં પ્રોજેક્ટ પાર્ટનર તરીકે હુન્નરશાલા ફાઉન્ડેશન સમુદાયની ભાગીદારી, નેટવર્ક અને સ્થાનિક જ્ઞાન વડે સમર્થન આપે છે.

આ પ્રોજેક્ટને યુકેઆરઆઈ(UKRI) આર્ટ્સ એન્ડ હ્યુમેનિટીઝ રિસર્ચ કાઉન્સિલ (એએચઆરસી-AHRC) અને ડીપાર્ટમેંટ ઓફ ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ (ડીસીએમએસ-DCMS) દ્વારા ફંડ પૂરૂ પાડવામાં આવે છે. પ્રોજેક્ટ રેફરન્સ: AH/V00638X/1. આ વિશેની વધુ વિગતો અહીં છે: https://gtr.ukri.org/projects?ref=AH%2FV00638X%2F1

‘Surveying heritage buildings in Ahmedabad, India: Empowering local action and skills for heritage conservation’ નામનો સમાંતરે ચાલતો તાલીમ પ્રોજેક્ટ, હેરિટેજના દસ્તાવેજીકરણ માટે 3D -લેઝર-સ્કેનીંગ તકનીકના ઉપયોગની તાલીમ આપીને આ સંશોધનને પૂરક બનાવે છે, જેને NTU QR ફંડ્સ દ્વારા સહાય આપવામાં આવે છે.

આ પ્રોજેક્ટના ત્રીજા  તબક્કા  માટે, 2023 માં ફોલો-ઓન ફંડિંગ મેળવવામાં આવ્યું હતું, જેનું શીર્ષક: ‘ગુજરાત, ભારતના સિસ્મિક-પ્રોન હેરિટેજ વિસ્તારો માટે ટકાઉ પુનઃનિર્માણ માળખાની લાગુતા અને માપનીયતા’ રાખવામાં આવ્યું હતું , UKRI આર્ટસ એન્ડ હ્યુમેનિટીઝ રિસર્ચ કાઉન્સિલ (AHRC) અને ડિપાર્ટમેન્ટ ફોર ડિજિટલ, કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ (DCMS) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.. પ્રોજેક્ટ રેફરન્સ : AH/X006832/1. વધુ વિગતો માટે : https://gtr.ukri.org/projects?ref=AH%2FX006832%2F1

%d bloggers like this: