રિસર્ચ ટીમ

Bernadette Devilat

પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર

Centre for Architecture, Urbanism and Global Heritage

કો-ઇન્વેસ્ટિગેટર

આર્કિટેક્ચર, અર્બેનિસમ અને ગ્લોબલ હેરિટેજ સેન્ટર ના નિયામક

કો-ઇન્વેસ્ટિગેટર

કાર્યકારી નિયામક (Executive Director)

કો-ઇન્વેસ્ટિગેટર

આઇસીસીઆરઓએમ(ICCROM) ના Urban Heritage, Climate Change & Disaster Risk Management ના પ્રોજેક્ટ મેનેજર.

રીસર્ચ ફેલો

Centre for Architecture, Urbanism and Global Heritage

પ્રોજેકટ પાર્ટનર

Bhuj-Kutch. Gujarat, India

રીસર્ચ એસોસિયેટ

રીસર્ચ અસોસિયેટ

Dr Bernadette Devilat L.

બર્નાડેટ, સેન્ટર ફોર આર્કિટેક્ચર, અર્બેનિસમ અને ગ્લોબલ હેરિટેજ, નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાં રિસર્ચર છે. તેમણે બાર્ટલેટ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, યુસીએલ માંથી આર્કિટેક્ચરલ ડિઝાઇનમાં પીએચડી કર્યું છે; અને ચિલીની પોન્ટિફિકલ કેથોલિક યુનિવર્સિટી (પીયુસી-PUC) માંથી આર્કિટેક્ચરમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે તથા આર્કિટેક્ટ તરીકે કામ કરે છે.

Improving heritage intervention in post-disaster recovery efforts have driven her academic career, which started after the 2005 earthquake in Tarapacá, Chile, when she co-founded the Tarapacá હોનારત પછીના પુનર્વસન પ્રયત્નોમાં હેરિટેજ ઈંટરવેંશનમાં  ઘણો સુધારો લઈ આવવાંથી તેમની શૈક્ષણિક કારકીર્દિને વેગ મળ્યો છે, જેની શરૂઆત ચીલીના ટારાપાકામાં 2005માં આવેલા ભૂકંપ પછી થઈ અને જ્યારે તેમણે  ટારાપાકા પ્રોજેક્ટની સહસ્થાપના કરી હતી. કમ્યુનિટિ લાઇબ્રેરીને પુન-નિર્માણનું પ્રોટોટાઇપ બનાવવા માટે તેમણે  સાથીદારો અને સ્થાનિકો સાથે મળીને કામ કર્યું હતું; અને M Arch ના અભ્યાસ દરમિયાન આવાસ નિતીઓ વિકસિત કરી હતી. ગૃહ અને શહેરી વિકાસ મંત્રાલયના હેરિટેજ રિકન્સ્ટ્રક્શન (પુનર્નિર્માણ) પ્રોગ્રામમાં કામ કરવા દરમિયાન તેમણે મધ્ય ચિલીમાં 2010 માં આવેલા ભૂકંપ પછી હેરિટેજ ગામોમાં તેમનો આ અભિગમ લાગુ કર્યો હતો.

બર્નાડેટ, DLA Scan Architectural Studio ના સહ-સ્થાપક છે અને બાર્ટલેટ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં 3D-લેસર-સ્કેનીંગ ટીચિંગ ક્લસ્ટર BScanના સર્જક છે, જેમાં રજૂઆતો અને ડિજિટલ જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું. તેઓ જર્નલ ઓફ હાઉસિંગ અને બિલ્ટ એન્વાયર્નમેન્ટના સહ-સમીક્ષક છે અને તેમણે સંશોધન કરવા માટે અનેક ફંડ અને સ્કોલરશીપ પ્રાપ્ત કર્યાં છે. બર્નાડેટે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના સંશોધનને પ્રસ્તુત કર્યું છે, પ્રકાશિત કર્યું છે અને પ્રદર્શિત કર્યું છે, અને પીયુસી તથા બાર્ટલેટ ખાતે તેઓ શીખવતા.

Professor Gamal Abdelmonem

ગમાલ આર્કિટેક્ચર વિભાગના અધ્યક્ષ છે અને નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાં આર્કિટેક્ચર, અર્બેનિસમ અને ગ્લોબલ હેરિટેજ સેન્ટરના  નિયામક છે. તેઓએ કાઈરો યુનિવર્સિટીમાંથી આર્કીટેક્ચરમાં બી.એ. અને M Arch ની  પદવી મેળવી છે અને તેમણે શેફિલ્ડ યુનિવર્સિટી માંથી આર્કિટેક્ચરમાં પીએચડી કર્યું છે.

ગમાલ, રોયલ સોસાયટી ઓફ આર્ટ્સના ફેલો છે, યુનિવર્સિટીમાં સ્ટ્રેટેજિક રિસર્ચ થીમ, ગ્લોબલ હેરિટેજ માં આગળ પડતો ભાગ ભજવે છે. ગમાલ, એનટીયુમાં 2020માં વાઇસ-ચાન્સેલરનો આઉટસ્ટેન્ડિંગ સંશોધનકાર એવોર્ડ અને 2014 માં ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ સ્ટડી ઓફ ટ્રેડિશનલ એન્વાયરમેન્ટ્સ (આઇએએસટીઇ-IASTE) નો જેફરી કૂક એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. ગમાલ, યુએસ, યુકે અને યુરોપમાં અનેક આંતરરાષ્ટ્રીય સંશોધન સંગઠનો, કાઉન્સિલો અને ફંડિંગ પેનલ્સના આંતરરાષ્ટ્રીય નિષ્ણાંત તરીકે પણ સેવા આપે છે.

ગમાલનું મુખ્ય સંશોધન આર્કિટેક્ચરલ અને અર્બન ઇતિહાસ, રોજિંદા ઘરો, શહેરી સમુદાયોની સામાજિક-અવકાશી પદ્ધતિઓ(socio-spatial practices), વર્ચ્યુઅલ હેરિટેજ, મધ્યયુગીન સંસ્કૃતિ અને દુર્ઘટનાઓ પછીના શહેરો પર કેન્દ્રિત છે. તેમનાં સંશોધનમાં હેરિટેજ જાળવણી, શહેરી આયોજન અને ઘરનાં આર્કિટેક્ચરનાં પાસાઓ પર અનેક સરકારો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોની નીતિ અને અભ્યાસની માહિતી આપવામાં આવી છે. તેમના તાજેતરનાં પુસ્તકોમાં : Peripheries: Edge Conditions in Architecture’ (2012), Portrush: Towards An Architecture for the North Irish Coast (2013); The Architecture of Home in Cairo (2015), and Architecture, Space and Memory of Resurrection in Northern Ireland (2019); and ‘People, Care and Work in the Home’ (2020)  નામની પુસ્તકો શામેલ છે.

Dr Jigna Desai

જીજ્ઞા, સીઈપીટી(CEPT) યુનિવર્સિટીમાં આર્કિટેક્ચર ફેકલ્ટીમાં Masters in Conservation and Regeneration માટેના પ્રોગ્રામના અધ્યક્ષ છે. તેઓએ કાર્ડિફ યુનિવર્સિટીથી આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો છે અને sustainable architecture માં માસ્ટર ડિગ્રી મેળવી છે તથા સીઈપીટી(CEPT) યુનિવર્સિટીમાંથી કન્ઝર્વેશન સ્ટડીઝમાં પીએચડી કર્યું છે.

તે પરંપરાગત આર્કિટેક્ચર અને અર્બન વાતાવરણની સમજ અને પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમના રિસર્ચમાં, તે ફ્રેમવર્ક, સાધન અને પદ્ધતિઓનું નિર્માણ કરે છે, જેના દ્વારા જીવંત ઐતિહાસિક વાતાવરણના સંરક્ષણના સૈદ્ધાંતિક વિચારોનું ભાષાંતર કરી શકાય છે.

જીજ્ઞાએ નોમિનેશન ડોસિઅર તૈયાર કરવાનું કામ કર્યું હતું જેના પગલે યુનેસ્કો દ્વારા 2017 માં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનું બિરુદ મળ્યું. તેમને આર્કિટેક્ચર અને સંરક્ષણ રીસર્ચનો બહોળો અનુભવ છે. તે સમુદાય આધારિત સંરક્ષણનાં હિમાયતી છે અને ભારતના જુદા જુદા ભાગોમાં હેરિટેજ સંરક્ષણ ઈનિશિયેટિવ પર અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે ભાગીદારી કરી ચૂક્યાં છે. જીજ્ઞા ઐતિહાસિક શહેરો અને ગામો માટેની આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સમિતિ, આંતરરાષ્ટ્રીય સ્મારકો અને સ્થળો માટેની કાઉન્સિલ (આઇસીઓએમઓએસ- ICOMOS) ના સહયોગી સભ્ય છે અને આઇસીઓએમઓએસ(ICOMOS) ભારતનાં પેટા સંગઠનનાં સક્રિય સભ્ય છે. તેઓ એવોર્ડ વિજેતા કંપની, JMA Design Co ના ડિરેક્ટર પણ છે જેની તેમણે 1999 માં મેહુલ ભટ્ટ સાથે સહ-સ્થાપના કરી હતી. 

Dr Rohit Jigyasu

રોહિત ભારતથી છે અને તેઓ  સંરક્ષણ આર્કિટેક્ટ અને રિસ્ક મેનેજમેંટમાં કાર્યરત વ્યક્તિ છે, જે હાલમાં આઈસીસીઆરએમ ખાતે અર્બન હેરિટેજ, ક્લાઇમેટ ચેન્જ અને ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ માં પ્રોજેક્ટ મેનેજર તરીકે કાર્યરત છે. ચંદીગઢની કોલેજમાં થી  આર્કિટેક્ચરમાં બી.એ. કર્યા પછી તેઓ એ નવી દિલ્હીની પ્લાનિંગ અને આર્કિટેક્ચર સ્કૂલમાંથી આર્કિટેક્ચરલ કન્ઝર્વેશનમાં માસ્ટરની ડિગ્રી મેળવી અને ત્યારબાદ તેઓ  સાયન્સ એન્ડ ટેકનોલોજીની નોર્વેજીયન યુનિવર્સિટી માંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી.

તેમણે જાપાનના ક્યોટોની Ritsumeikan University માં ઇન્ટિટ્યૂટ ફોર ડિઝાસ્ટર મિટિગેશન ઓફ અર્બન કલ્ચરલ હેરિટેજ ખાતે યુનેસ્કોના ચેર હોલ્ડર પ્રોફેસર તરીકે સેવા આપી હતી, જેમાં તેમણે કલ્ચરલ હેરિટેજ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેંટ પર આંતરરાષ્ટ્રીય તાલીમનો અભ્યાસક્રમ બનાવ્યો અને શીખવ્યું હતું.  તેઓ આઇસીઓએમઓએસ –ઈન્ડિયા(ICOMOS-India) (2014-2018) તથા risk preparedness (ICORP) (2010-2019) ના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. રોહિત 2011 થી ICOMOSની એક્ઝિક્યુટિવ કમિટીના ચૂંટાયેલા સભ્ય છે અને હાલમાં તેના ઉપ પ્રમુખ (2017-2020) તરીકે સેવા આપી રહ્યા છે.

રોહિતે UNISDR, Getty Conservation Institute, Archaeological Survey of India ,Indian Institute of Human Settlements and the World Bank for consultancy, research and training on Disaster Risk Management of Cultural Heritage, જેવી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે પણ કામ કર્યું છે. તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ફાળો આપ્યો છે તથા અનેક પ્રકાશનો પણ આપ્યાં છે.

Dr Felipe Lanuza

ફેલિપે એ એનટીયુનાં આર્કિટેક્ચર, અર્બનિઝમ અને ગ્લોબલ હેરિટેજ સેન્ટર ખાતે આર્કિટેક્ટ અને રિસર્ચ ફેલો છે. તેમણે ચિલી યુનિવર્સિટીમાં બી.એ. કર્યું છે, ત્યારબાદ કેથોલિક યુનિવર્સિટી ઓફ ચિલી (પીયુસી) માં આર્કિટેક્ચરમાં માસ્ટર અને બાર્ટલેટ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, યુસીએલમાંથી આર્કિટેક્ચરલ ડિઝાઇનમાં પીએચડી કરેલું છે.  તેમણે તાજેતરમાં, ઓક્ટોબર 2019 માં પોસ્ટ-ડોક્ટરલ રિસર્ચ રેસીડેન્સી, બાર્ટલેટ ખાતે યુસીએલ અર્બન લેબોરેટરીમાં સોલો એક્ઝીબીશન સાથે પૂર્ણ કરી.

બાંધકામમાં પર્યાવરણની ગેરહાજરીના અનુભવો એ ફિલિપનું સંશોધન કેન્દ્ર છે તથા વૈકલ્પિક સમજણ અને શહેરી પરિવર્તનની રજૂઆત, અને ડિઝાઇન વિચારસરણીની માહિતી આપવી, તેનો પણ સમાવેશ કરેલ છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના રિસર્ચનું પ્રસારણ અને પ્રદર્શન કર્યું છે તથા આંતરિક ડિઝાઇન, આર્કિટેક્ચર, અર્બન અને લેન્ડસ્કેપ ડિઝાઇન જેવાં વિષયોને, ગ્રીનવિચ અને કિંગ્સ્ટન (યુકે), પીયુસી અને તાલ્કા (ચિલી), પોર્ટો રિકો (પીઆર) વગેરેની યુનિવર્સિટીઝમાં ભણાવેલ છે. 

ફેલિપે DLA Scan Architectural Studio ના સહ-સ્થાપક છે, તથા Revista de Arquitectura (યુનિવર્સિટી ઓફ ચિલી) અને અર્બન ટ્રાન્સક્રિપ્ટ્સ જર્નલના સંપાદકીય બોર્ડમાં ભાગ લે છે, તેઓ યુકે હાયર એજ્યુકેશન એકેડેમી અને ક્રિટિકલ હેરિટેજ સ્ટડીઝ એસોસિએશનના સભ્ય છે.

HUNNARSHALA

હુન્નરશાળાની સ્થાપના 2001 ના કચ્છના ભૂકંપ પછી સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન, એકેડેમિક સંસ્થાઓ અને કોર્પોરેટ્સના જૂથ દ્વારા નોન પ્રોફિટ ફાઉન્ડેશન તરીકે કરવામાં આવી હતી. તેની સ્થાપના માટેનો હેતુ એ છે કે સર્જનાત્મકતા, ભાગીદારી અને કરકસરના મૂલ્યોના આધારે ઉચ્ચ ગુણવત્તાવાળું આર્કિટેક્ચર લાવવું તથા ગામડાઓમાં બાંધકામ અને દેશી કારીગરો અને તેમના સમુદાયોને તેમાં ભાગ અપાવવો. તેનો મૂળ વિચાર કારીગરોને બિલ્ડિંગ બાંધકામ ઉદ્યોગમાં તેમને મળવાપાત્ર રકમ અપાવીને તેમનાં શ્રમ અને કારીગરી સમાજનું જ્ઞાન અને શિક્ષણ શાસ્ત્રને ક્રેડિટ અને મહત્વ આપવા પર આધારિત હતો.ભાગીદારી ડિઝાઈન પદ્ધતિઓ વધું સારા પરિણામો લાવી શકે છે તદુપરાંત તેનાં વપરાશકર્તાઓ માટે તેમની વ્યક્તિગત ઓળખ પણ બનાવી શકે છે.


છેલ્લા બે દાયકામાં હુન્નરશાળાએ કુદરતી અને માનવસર્જિત હોનારતો પછી બેઘર થયેલા લોકો માટે હજારો મકાનો બનાવવામાં મદદ કરી છે. હુન્નરશાળા સરકારને સમુદાયોની પરંપરાગત નિર્માણ પ્રણાલીમાં નીતિ વિકસાવવામાં, સુધારવામાં અને માન્ય કરવામાં તથા હોનારત પછીની સેવાઓ પહોંચાડવા માટે જવાબદાર સરકારી કામદારોને તાલીમ આપવામાં મદદ કરે છે. ભારતના બિહાર, ગુજરાત, તમિળનાડુ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર પ્રદેશ રાજ્યોની સરકારો અને સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન તથા નેપાળ, ઈરાન અને ઇન્ડોનેશિયા જેવા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે હુન્નરશાળાએ કામ કર્યું છે.

ભારતમાં ગ્રામીણ આવાસો અને શહેરી ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસ માટે સામાજિક આવાસ નીતિની હિમાયત કરવામાં પણ હુન્નરશાળા અગ્રેસર છે. હુન્નરશાળાએ દેશના કેટલાક જાણીતા આર્કિટેક્ટ્સના પ્રોજેક્ટ્સને ટકાઉ ટેકનોલોજી ઉપાયો અને સેંકડો કારીગરોને તેમની પોતાની એંટરપ્રાઈસ વિકસાવવા માટે તાલીમ આપી છે. હુન્નરશાળા યુવાન કારીગરો માટે એક વર્ષના નિવાસી કાર્યક્રમ સાથે એક આર્ટિઝન સ્કૂલ ચલાવે છે. દેશમાં 50 થી વધુ નાના અને મધ્યમ વિવિધ જાહેર અને ખાનગી પ્રોજેક્ટ્સ માટે હુન્નરશાળા ડિઝાઇન બનાવે છે.

Please check their manuals and resources here: Manuals and Resources – Hunnarshala Foundation

Mrudula Mane

મૃદુલા મુંબઇના આર્કિટેક્ટ છે અને યુકેની યુનિવર્સિટી ઓફ યોર્કથી ઐતિહાસિક ઇમારતોના સંરક્ષણ માં એમ.એ. ની ડિગ્રી ધરાવે છે. હાલમાં તે હેરિટેજ કન્ઝર્વેશન સીડીઆરએફ સેન્ટરમાં રિસર્ચ એસોસિએટ તરીકે કામ કરી રહ્યાં છે અને CEPT (સેપ્ટ) યુનિવર્સિટીમાં કન્ઝર્વેશન એન્ડ રિજનરેશન પ્રોગ્રામમાં માસ્ટર્સ માટે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ સેવા આપે છે.

તેઓ મહારાષ્ટ્રમાં મુંબઇ, માથેરાન, પુણે અને રત્નાગીરી પ્રદેશોમાં સરકારી અને બિન-સરકારી એજન્સીઓ માટે દસ્તાવેજીકરણ, સંશોધન, સર્વેક્ષણ અને સંરક્ષણ પ્રોજેક્ટમાં સક્રિયપણે ભાગ લે છે. તેઓ મહારાષ્ટ્ર રાજ્ય સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા નિયુક્ત કરવામાં આવેલી – કિલ્લા સંરક્ષણ સમિતિના (2016-2019) તકનીકી સભ્ય હતાં.

મૃદુલા અત્યારે એપ્રિલ 2019 થી મુંબઇ ખાતે છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુસંગ્રહાલય (સીએસએમવીએસ, અગાઉ પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ) ના ટ્રસ્ટી મંડળના નામાંકિત સભ્ય છે. 

Sukrit Sen

સુકૃત પોતે હેરિટેજ મેનેજર છે અને સાથે સંગીતકાર પણ છે. તેમણે ઓમદયાલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાંથી આર્કિટેક્ચરમાં બી.એ. ની ડિગ્રી અને અમદાવાદ યુનિવર્સિટીના હેરિટેજ મેનેજમેન્ટ સેન્ટરમાંથી હેરિટેજ મેનેજમેન્ટમાં એમ.એ. ની ડિગ્રી મેળવેલ છે.  તેઓ તબલામાં પ્રશિક્ષિત છે અને લાંબા સમયથી ભારતીય શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલ છે. 

સંગીત અને આર્કિટેક્ચરમાં બૅકગ્રાઉન્ડ હોવાથી , સુકૃતને મૂર્ત અને અમૂર્ત હેરિટેજ વચ્ચેના જોડાણોમાં, અલગ અલગ સમુદાયોમાં જોડાવા અને હેરિટેજ સંરક્ષણની ચર્ચા કરવા માટે રસ લે છે. આ અભિગમ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથેના તેમના તાજેતરના અનુસંધાનની જાણ થાય છે, તેઓ જોખમ ઘટાડતી પદ્ધતિઓમાં (risk reduction practices) પરંપરાગત જ્ઞાનની ભૂમિકા અને અન્ય અમૂર્ત પાસાઓનું નિરીક્ષણ કરે છે.

સુકૃત આઈસીઓએમઓએસ(ICOMOS) ઈન્ડિયાના સભ્ય છે અને ઉભરતા પ્રોફેશનલ્સના વર્કિંગ ગ્રૂપના એક પ્રાદેશિક પ્રતિનિધિ છે. તેઓ એ 2019 યુ.એસ. ICOMOS ઇન્ટરનેશનલ એક્સચેંજ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો જ્યાં તેમણે ધી નેશનલ સેંટર ફોર પ્રિસર્વેશન ટેક્નોલોજી એન્ડ ટ્રેનીંગ(એનસીપીટીટી) માટે કામ કર્યું હતું. તેમણે યુનેસ્કો નવી દિલ્હી, ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ, સીઆરસીઆઈ, સહાપીડિયા અને લિવિંગ વૉટર્સ મ્યુઝિયમ ખાતે કામ કર્યું છે. સુકૃતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ફાળો આપ્યો છે અને તેઓ શૈક્ષણિક પ્રકાશનો પણ ધરાવે છે.

  

%d bloggers like this: